શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે
Stock Market News : 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા જ આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 570 પોઇન્ટના ઘટાડા સાથે 81770ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 156 પોઇન્ટ તૂટીને 25186 પર પહોંચી ગઈ છે. બૅંક નિફ્ટીમાં પણ 168 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 23 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં મારુતિ અને ઇન્ડિગો જેવા શેરોમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.શા માટે તૂટ્યું શેરબજાર?