country
GU
‘લદાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે ભાજપ-RSS’, સોનમ વાંગચુકની ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી
[]
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Rahul Gandhi Attack On RSS-BJP : લદાખમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ગેરકાયદે પ્રવૃત્તિઓ (NSA) હેઠળ થયેલી ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને હિંસા માટે ભાજપ-આરએસએસને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.રાહુલ ગાંધીએ શું કહ્યું?રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘લદાખની અદ્ભુત જનતા, સંસ્કૃતિ અને પરંપરાઓ ભાજપ અને આરએસએસના નિશાના પર છે.