IND vs PAK Final Asia Cup 2025: એશિયા કપમાં 41 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. પાકિસ્તાનની ટીમ 19.1 ઓવર પર 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમ ઇન્ડિયા 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ત્યારે પાકિસ્તાનની ટીમ બે મેચ હારી છે, બંને વખત પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું છે.