Maharastra Politics And Ajit Pawar NCP News : મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે અશક્ય લાગતી ઘટના હવે વાસ્તવિકતા બનવાની તૈયારીમાં હતી. અજિત પવાર અને શરદ પવારના જૂથો ફરી એક થવાના હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.8 ફેબ્રુઆરીએ થવાની હતી ઐતિહાસિક જાહેરાતમહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં મોટો ઉલટફેર થવાની શક્યતા હતી. અહેવાલ મુજબ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ ફરીથી એક થવાની સત્તાવાર જાહેરાત કરવાના હતા.