country
GU
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ
[]
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Today Gold and Silver Rates : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઈતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા મળી છે. આ આંચકાજનક તેજી-મંદીને કારણે બજારમાં ભારે અચોક્કસતાનો માહોલ સર્જાયો હતો, જેમાં ભાવ ગણતરીની મિનિટોમાં જ આસમાને પહોંચીને ફરી પાતાળમાં પટકાયા હતા.