Economic Survey 2026: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2026 રજૂ કર્યું. સરકારનો દાવો છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. નોંધનીય છે કે દર વર્ષે બજેટ પહેલા સરકાર દ્વારા આર્થિક સર્વે રજૂ કરાય છે. દસ્તાવેજમાં આખા વર્ષની દેશની આર્થિક સ્થિતિનો સાર બતાવવામાં આવે છે, તથા આગામી સમયની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કરાય છે.